મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જંગલેશ્વરમાં હિસ્ટ્રીશિટરો મકાન ભાડે આપતા હતા, રાજકોટના 11 કુખ્યાતોની મિલકત હોવાનો ખુલાસો

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન સમયે પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જંગલેશ્વરમ

રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન સમયે પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જંગલેશ્વરમાં હિસ્ટ્રીશિટરો મકાન ભાડે આપતા હતા. જંગલેશ્વરમાં રાજકોટના નામચીન 11 હિસ્ટ્રીશીટરની મિલકતો હોવાનો ખુલાસો થયો છે. તેઓ આ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃતિ પણ ચલાવતા હતા. રહેમત ઉર્ફે રામની જુણેજા નામની નામચીન મહિલાના 3 આલીશાન મકાન અને 48 રૂમો હોવાનું સામે આવ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચ DCP જગદીશ બાંગરવાએ વધુમાં જણાવ્યું છે કે જંગલેશ્વરમાં સમીર ઉર્ફે મૂર્ધા પઠાણ નામના શખ્સના 3 રૂમ, સમીર ઉર્ફે સંજલાના 16 રૂમ, જાવેદ જુસેબ અને તોશીફ ઉમરેટાના 8 - 8 રૂમ તેમજ અસીમ ઉમરેટાના 12 રૂમ હોવાનો ખુલાસો થયો છે. આમ કુલ 11 હિસ્ટ્રીશિટરના આઠ મકાનો 97 ઓરડીઓ અને ત્રણ દુકાનો હોવાનો ખુલાસો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર ગુનાખોરીના કારણે બદનામ હતો. 

આ સમાચાર શેર કરો