મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી/ બાબરા પંથકમાં પ્રથમ વરસાદે જ નદીમાં આવ્યું ઘોડાપૂર, કાર તણાઇ જતા તેમાં સવાર એકનું મોત

રાજ્યના અમરેલીના બાબરા પંથકમાં ગત રોજ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બાબરા પંથકમાં ફક્ત બે કલાકમાં ગા

રાજ્યના અમરેલીના બાબરા પંથકમાં ગત રોજ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બાબરા પંથકમાં ફક્ત બે કલાકમાં ગામડાંઓમાં બે થી ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. બાબરા પંથકના ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું હતું. અમરેલીના બાબરાના ત્રબોડા ગામે નદીમાં રવિવારે બોલેરો કાર તણાઈ હતી. 

 ત્રબોડા ગામે નદીમાં રવિવારે બોલેરો કાર તણાઈ 

સ્થાનિકો લોકોએ વહીવટી તંત્રને જાણ કરતા પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બોલેરો કારમાં સવાર એક વ્યક્તિનો મૃતદેહ ઝાડીમાંથી મળી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા ત્રણથી ચાર કલાકનું રેસ્ક્યુ કરી મૃતદેહને કાઢવામા આવ્યો હતો.

આ સમાચાર શેર કરો