મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

અમરેલીના રાજુલા પંથકમાં વહેલી સવારથી જ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છ

અમરેલીના રાજુલા પંથકમાં વહેલી સવારથી જ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજુલા પંથકમાં 2 કલાકમાં 2 ઈંચ કરતાં પમ વધુ વરસાદ ખાબક્યો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો વરસાદ

રાજુલાના ડુંગર, કુંભારીયા, દેવકા, છતડીયા, હિંડોરણા, નવી-જુની માંડરડી, ધારેશ્વર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ડુંગર ગામે ભારે વરસાદ પડતા સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના પાણી ખેતરોમાં વહેતા થયા છે જેને કારણે ખેડૂતોને પાક લણણીમાં મદદ મળી શકે છે.

આ સમાચાર શેર કરો