મુખ્ય સામગ્રી પર જાઓ

Video: કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ, લોકો જીવનાં જોખમે પાર કરતાં કોઝ વે

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં

વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જે બાદ નદી નાળાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકો જીવન જોખમે કોઝ વે પસાર કરી રહ્યા છે. 

પ્રાપ્ત માહિતી મુજબ કપરાડાના સિલધા,ખડકવાડ અને અસ્ટોલ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. સિલધાના ચીકેચીમાળ ફળિયાના કોઝવે પર પાણી ફરી વળતા લોકો જીવના જોખમે તેને પાર કરી રહ્યા છે. ગામના બંને તરફનો સંપર્ક કપાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે જિલ્લામાં હજુ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. 

આ સમાચાર શેર કરો