VIDEO: સુરેન્દ્રનગરમાં હીટવેવની અસર મતદાન પર પડવાની શક્યતા, તંત્ર દ્વારા પોલિંગ બૂથ પર કરાશે વિશેષ વ્યવસ્થા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 43 ડિગ્રી તાપમાન અને હીટવેવ મતદાન પર અસર કરી શકે છે. લગ્નગાળો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 43 ડિગ્રી તાપમાન અને હીટવેવ મતદાન પર અસર કરી શકે છે. લગ્નગાળો અને કાળઝાળ ગરમીને કારણે મતદાન 55 થી 60 ટકાની આસપાસ રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા મતદારોની સુવિધા માટે બૂથ પર ORS, મેડિકલ કીટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ છે. વૃદ્ધો-દર્દીઓ માટે વેઈટિંગ રૂમ અને ગરમીથી બચવા મંડપો બાંધવામાં આવ્યા છે, છતાં નીચા મતદાનની ભીતિ સેવાઈ રહી છે.


