VIDEO/ સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, શાંતિપૂર્ણ મતદાન માટે હથિયારો જમા કરાવાયા
સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે. ૨૬ એપ્રિલે જિલ્લ
સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે. ૨૬ એપ્રિલે જિલ્લામાં અંદાજે ૧૧.૬૩ લાખ મતદારો મતદાન કરશે. કુલ ૧૩૨૯ બુથ પર મતદાન ઉભા કરાયા છે. ચૂંટણી નિર્વિઘ્ને પાર પડે તે માટે ૧૦ હજારથી વધુ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ તૈનાત રહેશે, સાથે જ ૩ હજાર ૨૮૦ EVM મશીનોનો ઉપયોગ થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાસા એક્ટ હેઠળ કાર્યવાહી, અટકાયતી પગલાં અને હથિયારો જમા કરાવવાની કામગીરી પણ કરવામાં આવી છે.



