VIDEO: Surendranagar / પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે ભાજપની લાલ આંખ; લીંબડીમાં 30 વર્ષ જૂના વરિષ્ઠ નેતા કૃષ્ણસિંહ રાણા 6 વર્ષ માટે સસ્પેન્ડ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલ આંખ કરી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. લીંબડીમાં 30 વર્ષથી પક્ષ સાથે જોડાયેલા વરિષ્ઠ નેતા કૃષ્ણસિંહ રાણાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આક્ષેપ છે કે તેઓ દિવસે ભાજપનો પ્રચાર કરતા અને રાત્રે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકો યોજતા હતા, જેનો વીડિયો વાયરલ થતાં શિસ્તભંગના પગલાં લેવાયા છે. ભાજપે મતદાન પહેલા જ આવા 'ભીતભંજક' નેતાઓની યાદી તૈયાર કરી છે. આગામી સમયમાં મૂળી તાલુકાના પણ મોટા માથાઓ સામે ગાજ પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, જેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે.


