મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સુરતમાં રેલવે ટ્રેકના થાંભલા પર ચડી નશાની હાલતમાં ડાન્સ કરતા યુવકનું દિલધડક રેસ્ક્યુ, 3 કલાક ટ્રેન રોકવી પડી

સુરત રેલવે સ્ટેશન પર અજીબો ગરીબ ઘટના બની હતી. ધવલ જાદવ નામનો યુવાન સુ

સુરત રેલવે સ્ટેશન પર અજીબો ગરીબ ઘટના બની હતી. ધવલ જાદવ નામનો યુવાન સુરત રેલવે લાઇનના થાંભલા પર ચઢી ગયો હતો. ત્યારબાદ ત્યાં ડાન્સ કરવા લાગ્યો હતો. નશાની હાલતમાં રહેલા યુવકને નીચે ઉતારવા માટે લોકોએ રાડા રાડ કરી મૂકી હતી. ત્યારબાદ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જો કે, નશાની હાલતમાં રહેલો યુવક પથ્થરો લઈને ચડ્યો હોવાથી પથ્થરો ફેંકી રહ્યો હતો. જેથી ટ્રેનોને 3 કલાક માટે રોકવાની ફરજ પડી હતી.

શર્ટ કાઢીને ડાન્સ કરતો

મહારાષ્ટ્રના જલગાવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર ચડી ગયો હતો. આ અંગે કોલ મળતા ફાયર વિભાગ દોડી ગયું હતું. હાઈ ટેન્શન લાઇનના પાવરને બંધ કરી અને ટ્રેનોને ત્રણ કલાક રોકી આ યુવકને નીચે ઉતારવામાં ફાયર વિભાગ સફળ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નશામાં યુવક હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર દોડાદોડી અને ડાન્સ કરતો હતો અને શર્ટ પણ કાઢી નાખ્યો હતો.

પત્ની સાથે ઝઘડો થયો હતો

ફાયર ઓફિસર મહેશ પટેલે કહ્યુ કે, ફાયરની ટીમ રાત્રે બે વાગ્યે પહોંચી હતી. ધવલ પાસે પથ્થર પણ હતો. જેથી મારી દેવાનો ડર હતો. 3 કલાક સુધી રેલ વ્યવહાર અટકતા ફાયર જવાન મુકેશ સૂર્યવંશી ઉપર ચઢ્યો હતો. 2 વાર યુવાને ફાયરના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. રેલવે એન્જીન અને સીડીની મદદથી તેને નીચે ઉતરવામાં આવ્યો હતો. 3 કલાકની જહેમદ બાદ ફાયરની ટીમે ધવલને નીચે ઉતાર્યો હતો. પત્ની સાથે ઝઘડો થતા રેલવે લાઇનના થાંભલા પર ચઢ્યો હતો.

આ સમાચાર શેર કરો