VIDEO: હારીજ નજીક કાળજું કંપાવનારો અકસ્માત; ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ચાલકનું કરૂણ મોત
પાટણના હારીજ નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવનારો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં
પાટણના હારીજ નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવનારો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલી ગયો હતો, જેના કારણે કાર ચાલકનો મૃતદેહ અંદર ફસાઈ ગયો હતો.
ક્રેન, ટ્રેક્ટર અને ૧૫થી વધુ સ્થાનિક લોકોની કલાકોની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી શકાયો હતો. અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો છે. હારીજ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે અને અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


