મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સિદ્ધપુરના કાકોશીમાં કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીઓને પકડી ઘટનાનું કર્યું રિકન્સટ્રક્શન

પાટણ સિદ્ધપુર તાલુકાના કાકોશી પોલીસ સ્ટેશને ચોરીના મામલામાં મોટી સફળતા હાંસલ કરી છે. ચૂ

પાટણ સિદ્ધપુર તાલુકાના કાકોશી પોલીસ સ્ટેશને ચોરીના મામલામાં મોટી સફળતા હાંસલ કરી છે. ચૂંટણીની વ્યસ્તતાનો લાભ ઉઠાવી કેબલ ચોરી કરતી ગેંગના સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. PSI વી એ લિંબાચીયાની ટીમે તપાસ કરતાં યુનિસ ઘાંચી અને અભા ઠાકોરને દબોચી લીધા. આરોપીઓ વાવ-થરાદ પંથકના હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ગ્રામ પંચાયત અને ખેતીવાડીના બોરમાંથી થયેલી તમામ કેબલ ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. ચોરીના સ્થળોએ  આરોપીઓનું રિકન્સટ્રક્શન કરવામાં આવ્યું. ચોરો પકડાતાં ખેડૂતો અને સ્થાનિકોમાં હાશકારો છવાયો છે. પોલીસની સક્રિયતાને પ્રજાએ બિરદાવી છે.

આ સમાચાર શેર કરો