મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ શંખેશ્વર નજીક ગમખ્વાર અકસ્માત, બે વ્યક્તિઓના મોત

પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાતનપુર ગામ પાસે બાઈક અને રીક્ષા સામસામે ધ

પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાતનપુર ગામ પાસે બાઈક અને રીક્ષા સામસામે ધડાકાભેર અથડાતા ઘટનાસ્થળે જ બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો