પાટણના જે ગામમાં ભૂકંપ આવ્યો ત્યાં પહોચ્યું GSTV, VIDEOમાં જુઓ કેવી છે સ્થિતિ
ઉત્તર ગુજરાતમાં શુક્રવાર રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિન્દુ પાટણથી 13

ઉત્તર ગુજરાતમાં શુક્રવાર રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિન્દુ પાટણથી 13 કિલોમીટર દૂર સેવાળા ગામમાં નોંધાયું હતું. GSTVની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી અને ગામની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. 2001માં કચ્છમાં આવેલા ભૂકંપ બાદ ગતરોજ દેવદિવાળીની રાત્રે સમગ્ર ઉત્તર ગુજરાતની ધરા ફરી એકવખત ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
ઉત્તર ગુજરાતની ધરા 2001ના ભૂકંપ બાદ ફરી એક વખત ધ્રુજી હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની 4.2ની તીવ્રતા નોંધાઇ હતી. પાટણ જિલ્લાના ચાણસ્માના સેવાળા ગામમાં ભૂકંપનું કેન્દ્રબિન્દુ નોંધાયું હતું. GSTV ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું હતું. ભૂકંપના આંચકાને લઇને ગામના લોકો ભયભીત બની ગયા હતા અને સલામતી ખાતર ઘરની બહાર અને રોડ ઉપર આવ્યા હતા.




