મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ખંભાતમાં દરિયાઈ ઉત્તરાયણની ભવ્ય ઉજવણી, રાજ્યભરના સહેલાણીઓ ઉમટ્યા

નવાબી નગરી તરીકે જાણીતા આણંદ જિલ્લાના ખંભાતના દરિયાકિનારે ઉત્તરાયણ

નવાબી નગરી તરીકે જાણીતા આણંદ જિલ્લાના ખંભાતના દરિયાકિનારે ઉત્તરાયણ પર્વ પછી આવતા રવિવારે દરિયાઈ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. ખંભાતના દરિયા કિનારે ઉજવાતા આ ઉતરાયણને એક પરંપરા ગણવામાં આવે છે. ગુજરાતભરના સહેલાણીઓ પણ આ પર્વની ઉજવણીનો હિસ્સો બનતા હોય છે. ખંભાતના દરિયા કિનારે રંગબેરંગી પતંગોનો નજારો, જ્યારે કલરફુલ વસ્ત્રોમાં સજ્જ યુવાઓ આ ઉત્સવના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. 

આ સમાચાર શેર કરો