VIDEO: અમદાવાદના ઓપેરા ઉપાશ્રય ખાતે સંવત્સરી મહાપર્વ નિમિત્તે પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી
અમદાવાદના ઓપેરા ઉપાશ્રય ખાતે સંવત્સરી મહાપર્વ નિમિત્તે પર્યુ
અમદાવાદના ઓપેરા ઉપાશ્રય ખાતે સંવત્સરી મહાપર્વ નિમિત્તે પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જૈન શાસનમાં પર્યુષણ પર્વને અત્યંત મહત્વનું પર્વ માનવામાં આવે છે. આઠ દિવસના આ પર્વ દરમિયાન ચાતુર્માસનું આયોજન ઓપેરા ઉપાશ્રય ખાતે કરવામાં આવે છે, જેમાં પરમ પૂજ્ય આગમ રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય બાળમુની શ્રી આર્જવ રત્નવિજયજી મહારાજ દ્વારા બારસા સૂત્રનું કંઠસ્થ વાચન કરવામાં આવ્યું હતું.
બારસા સૂત્ર જૈન ધર્મમાં અનેરું મહત્વ ધરાવે છે,
બારસા સૂત્ર જૈન ધર્મમાં અનેરું મહત્વ ધરાવે છે, જેમાં 1215 ગાથાઓનો સમાવેશ થાય છે. આ સૂત્રનું કંઠસ્થ અધ્યયન અત્યંત પડકારજનક માનવામાં આવે છે. બાળમુની શ્રી આર્જવ રત્નવિજયજી મહારાજે આ સૂત્રનું સ્વમુખે કંઠસ્થ વાચન કરીને શ્રદ્ધાળુઓને આધ્યાત્મિક પ્રેરણા પૂરી પાડી હતી.




