મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આજથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ, જિનાલયોમાં જૈનો ભક્તિમય બનશે

જૈન ધર્મના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. પર્યુષણ પર્વના પાંચમા દિવસે 24 ઓગસ્ટના રોજ પ્રભુ મહાવીર

આજથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ, જિનાલયોમાં જૈનો ભક્તિમય બનશે

જૈન ધર્મના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. પર્યુષણ પર્વના પાંચમા દિવસે 24 ઓગસ્ટના રોજ પ્રભુ મહાવીર સ્વામીના જન્મનું વાંચન કરવામાં આવશે, જ્યારે 27 ઓગસ્ટ બુધવારના રોજ સંવત્સરી છે. પોષણ, પાપનું શોષણ કરતું આ પર્વ આઠ દિવસનું હોય છે. આઠેય દિવસ અંહિસાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. આઠ દિવસના મહાપર્વ દરમિયાન શહેરભરના જિનાલયોમાં પ્રભુજીને દિવ્ય શણગારો, ઉપાશ્રયોમાં વ્યખાન, પૌષધ સહિતના આયોજનો કરવામાં આવશે.

પર્યુષણમાં મોટી સંખ્યામાં જૈનો સવાર અને સાંજ પ્રતિક્રમણ કરશે

પર્યુષણમાં મોટી સંખ્યામાં જૈનો સવાર અને સાંજ પ્રતિક્રમણ કરશે. પુણ્યનું પોષણ અને આત્મશુદ્ધિનું ા પર્વ જિનશાસનની પરંપરા છે. પર્યુષણના પ્રથમ ત્રણ દિવસ અષ્ટાહ્લિકા ગ્રંથ પર પ્રવચન થાય છે. ચોથા દિવસથી કલ્પસૂત્રના વાંચનનો પ્રારંભ થશે. આઠ દિવસના પર્યુષણ પર્વમાં 7 દિવસ આરાધનાના છે, આઠમો દિવસ સિદ્ધિનો છે. આ દિવસે સંવત્સરી પ્રતિક્રમણ થાય છે.

1500થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રા

પર્યુષણ અંગે માહિતી આપતા જૈન યુવક મહાસંઘના ભદ્રેશ શાહે જણાવ્યું કે શહેરના 260થી વધુ જૈન સંઘોમાં આ વર્ષે તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરજી મ.સા, ગચ્છાધિપતિ આચાર્ય હેમચંદ્પસૂરીજી, ગચ્છાધિપતિ આચાર્ય નરદેવસાગરસૂરીજી તેમજ 55 જેટલા જૈનાચાર્ટો. 1500થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રા મળી રહી છે. હાલ શહેરના પ્રત્યેક સંઘમાં 8 ઉપવાસ, માસક્ષમણ, સિદ્ધિતપ જેવી કઠોર તપશ્રર્યાઓ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો