Video: કેવી રીતે બમણી થશે આવક! સરકારે ખરીદી શરૂ ન કરતાં ખેડૂતો પાણીના મૂલે પાક વેચવા મજબૂર
છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા આવેલા છે. વીતેલા ત્રણ વર્ષમાં કપાસનો ભાવ ઓછો મળતા ખેડૂતો

છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા આવેલા છે. વીતેલા ત્રણ વર્ષમાં કપાસનો ભાવ ઓછો મળતા ખેડૂતો સોયાબીનની ખેતી તરફ વળ્યા હતા. પરંતુ, આ વર્ષે સોયાબીનનો મબલખ પાક પાકતા સોયાબીનનો ભાવ એક ક્વિન્ટલનો 4100 રૂપિયા થયો છે. જેથી ખેડૂતોને ભારે નુકશાન થઇ રહ્યુ છે. સરકારે ટેકાના ભાવ 4890 રૂપિયા જાહેર કરેલા છે. સરકારે નાફેડ દ્વારા ખરીદી શરૂ કરવા માટે ખેડૂતો પાસે ઓનલાઈન અરજી પણ મંગાવી હતી. પરંતુ, નાંફેડ દ્વારા ખરીદી શરૂ ન કરાતાં રવી પાકની સીઝન હોવાથી ખેડૂતો બજારમાં 4100 રૂપિયામાં નાણાંની જરૂરિયાત હોવાથી વેચી દે છે. સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે. પરંતુ ખેડૂતોનો મોલ તૈયાર થાય ત્યારે ખરીદી કરતી નથી. જેનો ભોગ ખેડૂતો બને છે. હાલ તો છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં ખેડૂતો સસ્તા ભાવે સોયાબીન વેચી રહ્યા છે.




