VIDEO: "ગુજરાતનો આત્મા જાગવો જોઈએ.." કહીને ગોપાલ ઇટાલિયાએ પોતાને જ પટ્ટા માર્યા!
અમરેલી લેટરકાંડની પીડિતા સાથે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતે ઘરે જઇને મ
અમરેલી લેટરકાંડની પીડિતા સાથે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાતે ઘરે જઇને મુલાકાત કરી હતી. આ દરમિયાન પીડિતાએ 3 દિવસ દરમિયાન પોલીસે તેની સાથે શું કર્યું તેની આપવીતી જણાવી હતી. આ દરમિયાન પીડિત દીકરીએ કહ્યું કે, પોલીસે તેને ડરાવી હતી અને પગમાં પટ્ટા માર્યા હતા. આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ એક કાર્યક્રમમાં જાતે જ પોતાને પટ્ટા મારીને ગુજરાતનો આત્મા જગાડવાનો પ્રયાસ કર્યો હતો.




