મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadhની સાવજ ડેરીના ડિરેક્ટરે ગોપાલ ઈટાલિયાના ડેરી પરના આક્ષેપ સાચા હોવાનો દાવો કર્યો

Junagadh News: જુનાગઢ જિલ્લાની સાવજ ડેરી હાલ ખૂબ જ ચર્ચાસ્પદ બની છે તેવામાં હવે ખુદ સાવજ ડેરીના ડિર

Junagadh News: જુનાગઢ જિલ્લાની સાવજ ડેરી હાલ ખૂબ જ ચર્ચાસ્પદ બની છે તેવામાં હવે ખુદ સાવજ ડેરીના ડિરેક્ટરે જ ડેરી પર ગંભીર આરોપ લગાવતા રાજકારણ ગરમાયું છે. સાવજ ડેરીમાં કેમિકલ યુક્ત દૂધ આવતું હોય અને તેના કારણે કેન્સર થતું હોવાના થોડા દિવસ પહેલાં જ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આક્ષેપ કર્યા હતા. હવે ખુદ સાવજ ડેરીના ડિરેક્ટર રાજુભાઈ બોરખતરીયા મેદાનમાં આવ્યા છે અને ગોપાલ ઇટાલીયાના આક્ષેપ સાચા હોવાનો દાવો કર્યો છે. રાજુભાઈ બોરખતરીયા પોતે કહે છે કે, જુનાગઢ અને ગીર સોમનાથનું કાર્યક્ષેત્ર ધરાવતી સાવજ ડેરીમાં જે દૂધ આવે છે તેનો આંકડો ખૂબ શંકાસ્પદ અને તપાસ માંગી લે તેવો છે.

બંને જિલ્લાનું જે પશુધન છે તે પશુધનનું તમામ દૂધ એકઠું કરી સાવજ ડેરીમાં આપવામાં આવે તો પણ ત્રણ લાખ લિટર દૂધ થાય નહીં. હવે સાવજ ડેરીમાં રોજનું ત્રણ લાખ લીટર દૂધ આવે છે. રાજુભાઈ બોરખતરીયા અને નવી બોડી સાવજ ડેરીમાં અસ્તિત્વમાં આવી ત્યારે માત્ર સવા લાખ લિટર દૂધની દરરોજની આવક હતી. હવે તે દૂધની આવક ત્રણ લાખ લીટરે પહોંચી છે. જિલ્લામાં પશુધન તો વધ્યું નથી તો દૂધનો આંકડામાં આટલો મોટો ઉછાળો કેમ?

જે મંડળીઓના નામે દૂધની રકમ ઉધારવામાં આવે છે તે મંડળીની જે તે ગામમાં ઓફિસ પણ નથી અને ત્યાં દૂધનું કલેક્શન સેન્ટર પણ નથી, તમે તેની તપાસ કરી શકો છો તેવો પણ ડિરેક્ટરે દાવો કર્યો છે. સ્વાસ્થ્યને લગતો ખુબ જ ગંભીર મુદ્દો હોય જેથી આરોગ્ય મંત્રી સહકાર મંત્રી આ અંગેની તપાસ કરાવે તેવી માંગ કરતા વધુ એકવાર સાવજ ડેરી વિવાદમાં સપડાય છે.

આ સમાચાર શેર કરો