VIDEO : ગોંડલ નગરપાલિકાના પ્રમુખ સરકારી ગાડી લઈને ધોરાજીમાં ભાજપનો પ્રચાર કરતા પકડાયા
Gujarat Local Body Elections 2025: રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની

Gujarat Local Body Elections 2025: રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે અને આચાર સંહિતા લાગુ કરી દેવાઈ છે, જો કે આચાર સહિંતા જેવા કોઈ નિયમો ભાજપ નેતાઓને લાગુ ન પડતા હોવાના દૃશ્યો ધોરાજીમાં સામે આવ્યા છે. ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ભાજપ નેતાઓ સાથે ગોંડલ નગરપાલિકાની સરકારી કાર લઈને ધોરાજીમાં ભાજપનો પ્રચાર કરવા નીકળ્યાં હતા. જો કે સ્થાનિક યુવકોએ તેમની પૂછપરછ કરતા તેઓ સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. આ યુવકોએ વીડિયો ઉતાર્યો હતો જેમાં કારમાં બેસેલો એક શખ્સ પોતાની ઓળખાણ ગોંડલ નગરપાલિકાના પ્રમુખ તરીકે આપે છે. સરકારી ગાડીમાં પ્રચાર કરતા રંગે હાથ પકડાયા છતાં આ નેતાઓ શરમ નેવે મૂકીને યુવકને કહેતા સંભળાયા હતા કે ફરિયાદ કરી દેજો. હવે જોવું રહ્યું કે ચૂંટણીપંચ ભાજપના આ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે કે કેમ? આ વાયરલ વીડિયોની GSTV કોઈ પુષ્ટિ કરતુ નથી.




