મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરૂચ: નેત્રંગ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ

રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નો

રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે મોડાસામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દાહોદમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. આ દરમિયાન હવામાન વિભાગે આજે (15મી જુલાઈ) રાજ્યના અનેક જિલ્લામાં ભારે  વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ભરૂચ, ગોધરા, અરવલ્લી, નર્મદા જિલ્લા સહિત વિવિધ તાલુકામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.

ભરૂચમાં વહેલી સવારથી વરસાદથી માહોલ

ભરૂચમાં વહેલી સવારથી વરસાદથી માહોલ છવાયો છે. શહેરના  લિંકરોડ, શ્રવણ ચોકડી,શક્તિનાથ, સિવિલ હોસ્પિટલ રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે  વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લાના નવ તાલુકા પૈકી આઠમાં સવારથી ઝરમરિયો વરસાદ છે. નેત્રંગ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.

 ગોધરા પંથકમાં ધોધમાર વરસ્યો

વહેલી સવારથી ગોધરા પંથકમાં ધોધમાર વરસ્યો છે, ફક્ત બે કલાકમાં જ બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ખેડુતો એ વાવણી કર્યા બાદ મેધરાજાના આગમનથી ખેડુતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. 

નર્મદા જિલ્લામાં ભારે વરસાદ

નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા, ધામણ ખાડી,કરજણ નદી, તરાવ નદી, દેવ નદીમાં વરસાદમાં પાણી વહેતા થયા હતા. 

નાંદોદ તાલુકામાં ૪ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં ૫.૫. ઈંચ વરસાદ ખાબકતા રસેલા ગામની ધામણી ખાડીમાં પુર આવ્યું હતું. ખેડૂતોના ખેતરમાં કપાસ, તુવેર, શેરડી અને કેળના પાકને ભારે નુકશાન થયું છે.ભદામ ગામના નાળા પાસે વરસાદના પાણી ફરી વળ્યા હતા અને કેળ શેરડી કપાસના પાકને નુક્સાન થયું છે.

આ સમાચાર શેર કરો