VIDEO: કેશોદ/ પુરગ્રસ્ત ઘેડ પંથકમાં રસ્તાઓ બંધ થતા અર્ધનગ્ન હાલતમાં રોષ, ગ્રામજનોએ કર્યા સુત્રોચ્ચાર
કેશોદના પુરગ્રસ્ત ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગામથી તાલુકા જવાના રોડ ઉપર પાણી ફર

કેશોદના પુરગ્રસ્ત ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગામથી તાલુકા જવાના રોડ ઉપર પાણી ફરી વળતા રસ્તા બંધ થઇ ગયા છે. અનેક વખત સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરી હોવા છતા પણ રસ્તાને રિપેર કરવામાં આવ્યો નથી. છેવટે ગ્રામજનોએ કંટાળીને અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવ્યો હતો અને સુત્રોચ્ચાર કર્યા હતા.
માટીના પાળા તોડી રસ્તા ચોખ્ખા કરો
ઘેડ પંથકમાં વરસાદનું પાણી ઓસર્યા બાદ પણ બાળકો સ્કૂલે જઇ શકતા નથી. 'માટીના પાળા તોડી રસ્તા ચોખ્ખા કરો' જેવા સુત્રોચ્ચાર ગ્રામજનોએ કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો જોડાયા હતા. ગ્રામજનોએ રસ્તાઓ અને જમીનમાં પાણી ભરાતા રસ્તા ઉંચા કરવા માટે તંત્ર પાસે માંગ કરી છે. વારંવાર રજૂઆત છતા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં ના આવતા ખેડૂતો અને ગ્રામજનોની સમસ્યામાં વધારો જોવા મળ્યો હતો.






