મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં 8 લોકોના મોત, BMC રેલ્વે અને જાહેરાત કંપની સામે કરશે ફરિયાદ

મુંબઈમાં વાવાઝોડાના કારણે ધૂળની ડમરીઓ ઉડી છે. જેના કારણે આકાશમાં અંધારું થઈ ગયું છે. વરસાદના કાર

મુંબઈમાં વાવાઝોડાના કારણે ધૂળની ડમરીઓ ઉડી છે. જેના કારણે આકાશમાં અંધારું થઈ ગયું છે. વરસાદના કારણે મુંબઈના લોકોને ગરમીથી થોડી રાહત મળી છે, પરંતુ વાવાઝોડાને કારણે કેટલીક જગ્યાએ તબાહીના અહેવાલ છે.

મુંબઈ ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર લોખંડનું હોર્ડિંગ પડતાં 8 લોકોના મોત થયા છે તો 60થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે વધુ 100 લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટના જેમાં ઓછામાં ઓછા 60 લોકો ઘાયલ થયા હતા તેના સંબંધમાં BMC રેલ્વે અને જાહેરાત કંપની ઈગો મીડિયા સામે ફરિયાદ નોંધાવશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ FIR નોંધવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવશે.

સેન્ટ્રલ રેલવેના CPRO, DR સ્વપ્નિલ નીલા કહ્યું કે, "જે જમીન પર હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું તે GRPની છે. તે સેન્ટ્રલ રેલવેની નથી."

આ સમાચાર શેર કરો