VIDEO : બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખની પોસ્ટ બાદ ગેનીબેન ઠાકોરે કરી સ્પષ્ટતા
Banaskantha News : બનાસકાંઠાના નવનિયુક્ત કોંગ્રેસના સંસદ ગેનીબેન ઠાકોરના એક નિવેદન

Banaskantha News : બનાસકાંઠાના નવનિયુક્ત કોંગ્રેસના સંસદ ગેનીબેન ઠાકોરના એક નિવેદનના કારણે રાજકારણ ગરમાતા ગેનીબેને સ્પષ્ટતા આપી છે,જેમાં તેમણે કહ્યુ કે પરિવારમાં ક્યાંક નાનું મોટું હોય પણ એ અમારો અંગત મામલો છે અને અમે સાથે બેસીને હલ કરીશું, કોંગ્રેસ એકજૂથ છે અને રહશે.
બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ કરી હતી પોસ્ટ
ગેનીબેને એક નિવેદન આપ્યું હતું કે ઝીરો ગ્રાઉન્ડ ઉપર કામગીરમાં ભાજપની સરખામણીએ કોંગ્રેસની સિસ્ટમમાં ઘણો મોટો અભાવ છે. જેના કારણે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય એટલે એને પોતાના દમ ઉપર પોતાના સમાજની તાકાત ઉપર ચૂંટણી લડવું પડે છે. આ નિવેદનના કારણે બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ પોતાના ફેસબુક પેજ ઉપર પોસ્ટ કરીને કહ્યું હતું કે ગેનીબેનના જિલ્લા કોંગ્રેસ સંગઠન બાબતનું નિવેદન ખૂબ દુઃખદ અને પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચડનારું છે.




