VIDEO:સુરતમાં કચરાનો ટેમ્પો રોડ પર પ્લેનની જેમ થયો આગળથી ઊંચો, 'ટેકઓફ' થાય તે પહેલા ડ્રાઈવર નાસી ગયો`
સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. જો કે, કતારગામ-અમરોલીને જોડતા તાપી બ્રિજ નજીક વાહ

સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. જો કે, કતારગામ-અમરોલીને જોડતા તાપી બ્રિજ નજીક વાહનચાલકોને અજીબ દ્રશ્યો જોવા મળ્યા હતાં. રસ્તા પરથી પસાર થતો ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શનનો ટેમ્પો રોડ પર જ જાણે પ્લેનની જેમ ટેકઓફ થવા પ્રયત્ન કરતો હોય તેમ આગળના વ્હિલથી ઊંચો થયેલો જોવા મળ્યો હતો. જો કે, પ્લેનની જેમ ટેમ્પો તો ઉડી ન શક્યો પરંતુ ડ્રાઈવર ટેમ્પાને આ રીતે મૂકીને નાસી ગયો હતો.
ટેમ્પાની પાછળના ભાગે કચરો ઓવરલોડિંગ ભરાઈ જતા આગળના ભાગેથી ઊંચો થઈ ગયો હતો. ટેમ્પા ડ્રાઇવર આ ટેમ્પાને રસ્તા વચ્ચે જ મૂકીને ચાલ્યો ગયો હતો. ટેમ્પો આ પ્રકારે આગળથી ઊંચો થતા કૂતુહલ સર્જાયું હતું. તો રસ્તા વચ્ચે જ આ ટેમ્પો પડ્યો હોવાના કારણે અન્ય વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી હતી. સ્થાનિકોએ કહ્યું કે, કચરો એક તો વધારે હોવાની સાથે વરસાદી પાણી ટેમ્પોમાં ભરાતા આ પ્રકારે અકસ્માતની ઘટના સર્જાઈ હોય શકે છે.




