સુરતના કીમમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો તરખાટ, સોસાયટીમાં આંટાફેરા મારતાં VIDEO આવ્યા સામે
સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. ઓલપાડના કીમ ગામ નજીક આવેલી પ્રતિષ્
સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે. ઓલપાડના કીમ ગામ નજીક આવેલી પ્રતિષ્ઠા પાર્ક સોસાયટીને તસ્કરોએ બનાવી નિશાન બનાવી હતી. ચડ્ડી બનિયાનધારી ગેંગે સોસાયટીના ઘરોમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, તસ્કરોને કંઈ હાથ ન લાગતા વિલા મોઢે પરત ફર્યા હતાં. તસ્કરોના આંટાફેરાના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.




