મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નડિયાદમાં ચોર ગેંગનો તરખાટ, ચોરી કરવાના CCTV વાયરલ

ખેડાના નડિયાદ રૂરલ પોલીસ મથકની હદમાં ચોરોના તરખાટથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. નડિયાદના

ખેડાના નડિયાદ રૂરલ પોલીસ મથકની હદમાં ચોરોના તરખાટથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. નડિયાદના વિકસતા વિસ્તારોને લક્ષ્યાંક બનાવી ચોરીને અંજામ આપતી ટોળકી CCTVમાં કેદ થઈ છે. નવા બાંધકામ વિસ્તારોમાં ચોર ટોળકી હથિયારો સાથે ત્રાટકે છે. નવા બિલોદરા, કમળા રોડ પર રેલવે ફાટક પાસેની આર્યવ્રત સોસાયટીમાં રાત્રિના સમયે 6થી 7 ચોર હથિયાર સાથે ત્રાટક્યા હતા. 

નડિયાદના નવા વિકસિત વિસ્તારની સોસાયટીના બે ઘરના તાળા તોડતા રહીશોમાં ભય પેદા થયો છે. ચોર લોકોની હિંમતને પગલે પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરી અંગે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. લોકો રાત્રિના સમયે ઘરમાં પણ શાંતિ અને સલામતી અનુભવાતી ન હોવાથી સવાલો ઉઠ્યા છે.

આ સમાચાર શેર કરો