મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જેતપુરમાં ચાર મહિલાઓએ એડવોકેટ યુવતી પર કર્યો હુમલો, જુઓ ઘટનાના CCTV ફૂટેજ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં તીનબત્તી ચોક પાસે આવેલ મારુતિ કોમ્પ્લેક્ષમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસી ચાર

રાજકોટ જિલ્લાના જેતપુરમાં તીનબત્તી ચોક પાસે આવેલ મારુતિ કોમ્પ્લેક્ષમાં મહિલા વકીલની ઓફિસમાં ઘૂસી ચાર મહિલાઓએ હુમલો કરતાં કાયદાના રક્ષકોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો પણ વાયરલ થયા છે. મહિલા વકીલ જ્યોતિબેન મકવાણાએ ત્રણ મહિના પહેલાં કરણ પરમાર સાથે લીધેલા છૂટાછેડાનો ખાર રાખીને આરોપી રાજલબેન, ચેતનાબેન, મનીષાબેન અને હંસાબેન પરમારે ઓફિસના પાછળના દરવાજેથી ગેરકાયદે પ્રવેશી વકીલને ગાળો ભાંડી, વાળ ખેંચી ઢીકા-પાટુનો મૂઢ માર માર્યો હતો.

ઓફિસના લોકોએ વચ્ચે પડી વકીલને બચાવ્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફોરવીલર ગાડીમાં ફરાર થઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત વકીલને ૧૧૨ અને ૧૦૮ની મદદથી જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે જેતપુર સીટી પોલીસે ચારેય મહિલાઓ સામે બી.એન.એસ (BNS) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો