VIDEO: 19 વર્ષથી નાસતા-ફરતા આરોપીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો, 2007માં થયેલી હત્યાના કેસમાં સામેલ છે આ યુવાન
રાજકોટમાં વર્ષ
રાજકોટમાં વર્ષ 2007માં થયેલી ભાવેશ રાજપૂત નામના યુવાનની સનસનાટીભરી હત્યાના કેસમાં 19 વર્ષથી નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં એક મહિલા પ્રેમિકા મંજુલા અને ત્રણ નેપાળી શખ્સોએ મળીને યુવાનની હત્યા કરી હતી. ઘટના બાદ તુરંત જ પ્રેમિકાની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ અન્ય ત્રણ નેપાળી શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા. લાંબા સમયની તપાસ અને સચોટ બાતમીના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આખરે કિશન નેપાળી નામના આરોપીને મુંબઈથી દબોચી લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી છેલ્લા બે દાયકાથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ શહેરોમાં રહેતો હતો. જોકે, આ કેસમાં હજુ પણ અન્ય બે આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.



