VIDEO: પાંડેસરામાં નજીવી બાબતની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી પર કર્યો જીવલેણ હુમલો

સુરતના પાંડેસરા વિસ્તારમાં નજીવી બાબતની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી

સોર્સ: GSTV

સુરતના પાંડેસરા વિસ્તારમાં નજીવી બાબતની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી તે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું એક વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે.

બહેનના એન્યુઅલ ફંક્શનમાં જતાં બની ઘટના

જાહેરાત

મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર વિદ્યાર્થી બે-ત્રણ દિવસ પહેલા પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો. આ દરમિયાન ગેલેક્સી સ્કૂલ નજીક પૂર્વ આયોજિત કાવતરું રચીને બેઠેલા ચાર સગીરોએ તેના પર તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની મેજર સર્જરી કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત