મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વ્યારા પાલિકાની ચૂંટણીમાં વિપક્ષના 5 ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા, ભાજપની સ્થિતિ મજબૂત

તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમિયાન કુલ 5 ઉમેદ

તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી દરમિયાન કુલ 5 ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠરતા રાજકીય ખળભળાટ મચ્યો છે. 7 વોર્ડની 28 બેઠકો માટે હવે ભાજપના 28, કોંગ્રેસના 17, આપના 9 અને 2 અપક્ષ ઉમેદવારોના ફોર્મ માન્ય ગણાયા છે.

અમાન્ય થયેલા ફોર્મમાં વોર્ડ-1 માંથી આપના ઉમેદવાર દિનેશ ઢોડિયા, જ્યારે વોર્ડ-3, 6 અને 7 માંથી કોંગ્રેસના રાજુભાઈ ઢોડિયા, સરલાબેન ઢોડિયા, ફતેસિંગ વસાવા અને ભરત પંચાલનો સમાવેશ થાય છે. મુખ્ય વિપક્ષી પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મ રદ થતા ચૂંટણી જંગમાં ભાજપની સ્થિતિ મજબૂત બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો