Video: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની સૂચના બાદ amc એકશનમાં... બોપલ.. ઘુમા માં સ્ટ્રોમ વોટર લાઇન અને STP પ્લાન્ટ બનાવવાનો નિર્ણય.

સોર્સ: gstv

અમદાવાદમાં ચોમાસા દરમિયાન બોપલ .. ઘુમા વિસ્તાર ની દુરદર્શા બાદ વરસાદી પાણીની સમસ્યાના કાયમી નિકાલ માટે મનપા તંત્ર હરકતમાં આવ્યું છે... કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ખાસ સૂચના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલ અને શેલા વિસ્તાર માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

​બોપલ-શેલા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઇન અને પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી અંગે તંત્ર દ્વારા તાકીદમાં કામ લાવી મંજૂરી આપી દેવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ કુલ ₹66 કરોડનો ખર્ચ કરવામાં આવશે. દિવાળીના તહેવારો બાદ તુરંત જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવશે અને આગામી 8 થી 9 મહિનાના સમયગાળામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.મનપા દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, બોપલ અને શેલા વિસ્તારમાં ₹32 કરોડ અને ₹25 કરોડના ખર્ચે બે મોટી સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવશે, જેથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે.

જાહેરાત

​આ ઉપરાંત, ચોમાસા દરમિયાન તળાવો ભરાઈ જવાની સમસ્યાના ઉકેલ માટે બોપલ અને શેલાના તળાવોને ઇન્ટરલિંક કરવામાં આવશે. આ પાણીના યોગ્ય નિકાલ અને ટ્રીટમેન્ટ માટે હેબતપુર ખાતે ₹8 કરોડના ખર્ચે નવો STP પ્લાન્ટ (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત