મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કવાંટ ખાતે જર્જરિત પુલના ગાબડાં પર ફૂલ ચઢાવાયા, સ્થાનિક-આપ નેતાઓએ બોલાવી રામધૂન

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કરા નદી ઉપર આવેલા પુલના ગાબડા ઉપર આમ આદમી પાર્ટીના નેતા અ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કરા નદી ઉપર આવેલા પુલના ગાબડા ઉપર આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના લોકોએ ફૂલ ચઢાવી રામધૂન કરી અનોખો વિરોધ કર્યો નોંધાવ્યો હતો. 

તંત્રને જગાડવા ગાબડા ઉપર ફૂલ ચઢાવાયા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પાસે કરા નદી ઉપર 55 વર્ષ જૂનો બ્રિજ આવેલો છે. આ બ્રિજમાં ગાબડું પડ્યું છે અને પેરાફિટમાં વાંસ બાંધેલા છે. વર્ષોથી નવા પુલની માંગણી કરવામાં આવે છે, પરંતુ સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ નવો પુલ બનાવવા માટે કામગીરી ન કરતાં રોષે ભરાયેલા આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના આગેવાનોએ તંત્રને જગાડવા માટે અનોખો વિરોધ કર્યો હતો.

અનેક વખત પુલ રિપેર કરવા રજૂઆત કરાઇ

રાધિકાબેન રાઠવાના જણાવ્યા મુજબ આ જર્જરિત પુલ ઉપરથી ભારદારી વાહનો પસાર થાય છે. અનેક વખત પુલ રિપેર કરવા અને નવો પુલ બનાવવા રજૂઆત કરવામાં આવી છે. સાંસદ અને ધારાસભ્ય ભાજપના નેતાઓ આ પુલ ઉપરથી પસાર થાય છે, ત્યારે તેઓને આ પુલની બિસ્માર હાલત કેમ દેખાતી નથી. હાલ આ બિસ્માર પુલના કારણે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના સર્જાઈ તો કોની જવાબદારી? તેમ જણાવી રામધૂન બોલાવીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો છે. 

આ સમાચાર શેર કરો