મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં પૈસાની લેતી દેતીમાં પાન પાર્લરના માલિકનું ફાયરિંગમાં મોત, 3 રાઉન્ડ ફાયર કરી 5 શખ્સો ફરાર

સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ફાયરિંગની ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા છે. મળત

સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં ફાયરિંગની ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા છે. મળતા અહેવાલ પ્રમાણે જોરાવરનગરના મુખ્ય બજારમાં મયુર પાન પાર્લર આવેલું છે. તે પાન પાર્લરના માલિક પર અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થયા છે.

 5થી વધુ શખ્સોએ રિવોલ્વરમાંથી 3 રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર

પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું હતું કે 5થી વધુ શખ્સોએ રિવોલ્વરમાંથી 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગની ઘટનામાં પાન પાર્લરના માલિક જીતુને ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો: રાજકોટ: અલગ રહેતી પત્ની અને દિકરી પર રોષે ભરાઈને પતિએ માર્યા છરીના ઘા, ઘરમાં પણ કરી તોડફોડ

 ફટાકડાના પૈસાની ઉઘરાણી મામલે થયું ફાયરિંગ

ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં પાન પાર્લરના માલિકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત નિપજ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે ફટાકડાના પૈસાની ઉઘરાણી કરવા આ શખ્સો આવ્યા હતા, ત્યારે પાન પાર્લરના માલિક સાથે પૈસા મામલે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું.

સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો 

ઘટનાની જાણ થતાં  ડીવાયએસપી સહિત સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે

આ સમાચાર શેર કરો