Video: સુરતમાં મૃતદેહ શોધવા પાંચ JCB દ્વારા વિશાળ મેદાન ખોદી નંખાયો, 3 વર્ષ અગાઉ 4 સગીરોએ કરી હતી હત્યા
સુરતના પુણા વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. પોલીસ તંત્ર દ્વારા

સુરતના પુણા વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી છે. પોલીસ તંત્ર દ્વારા ત્રણ વર્ષ અગાઉ ગુમ થયેલી વ્યક્તિની હત્યા થતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ચાર સગીરો દ્વારા ભેગા મળી એક વ્યક્તિની હત્યા કરીને તેની લાશને કેનાલ રોડ નજીક જમીનમાં દાટી દેવાઈ હતી. ચારેય સગીરો દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરી માથાકૂટ કરાઈ હતી અને મામલો ઉગ્ર બનતા શખ્સને પતાવી દેવાયો હતો.
ત્રણ વર્ષ અગાઉની ઘટનામાં હાજર એક સગીરે મૃતકના ભાઈને જાણ કરી હતી. મૃતકના ભાઈ દ્વારા પુણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે અને પુણા કેનાલ રોડ નજીક જમીનમાં દાટી દેવાયેલી લાશને શોધવા ખોદકામ શરુ કરાયું છે. પુણા પોલીસ દ્વારા પાંચ દિવસથી JCB દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જોકે હજુ સુધી યુવકની કોઈ ભાળ મળી નથી.




