VIDEO: ફિટનેસ ક્વીન Shilpa Shetty ઈઝ બેક! નવા શોના શૂટિંગ દરમિયાન સ્પોટ થઈ અભિનેત્રી
બોલિવૂડની ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી કુંદ્રા ફરી એકવાર ચર્ચામ
બોલિવૂડની ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી કુંદ્રા ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં અભિનેત્રીને મુંબઈમાં હિન્દી ચેનલના સેટ પર જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, શિલ્પા તેના આગામી નવા શોના શૂટિંગ માટે અહીં પહોંચી હતી. સેટ પર શિલ્પા તેના હંમેશાની જેમ ગ્લેમરસ અને આત્મવિશ્વાસુ અંદાજમાં જોવા મળી હતી. તેણે કેમેરા સામે સ્મિત સાથે પોઝ આપ્યા હતા, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ નવા પ્રોજેક્ટ વિશે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ચાહકોમાં તેના નવા રોલને લઈને ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.



