VIDEO: એરપોર્ટ પર જોવા મળ્યો Shahid Kapoorનો ‘જેન્ટલમેન’ અંદાજ
બોલિવૂડ સુપરસ્ટાર શાહિદ કપૂર તેના અભિનયની સાથે સાથે તેની સ્ટાઈલ માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે.
બોલિવૂડ સુપરસ્ટાર શાહિદ કપૂર તેના અભિનયની સાથે સાથે તેની સ્ટાઈલ માટે પણ હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં શાહિદ મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ કૂલ અને સ્ટાઇલિશ અંદાજમાં સ્પોટ થયો હતો, પરંતુ આ વખતે તેના લુક કરતા વધુ તેની સાદગીની ચર્ચા થઈ રહી છે. એરપોર્ટ પરથી શાહિદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે શાહિદ જ્યારે ડિજીયાત્રાની લાઈનમાં ઉભો હતો, ત્યારે તેની આગળ ઉભેલા એક વડીલે તેને જોઈને માનવતા દાખવી હતી અને શાહિદને આગળ જવાની જગ્યા આપી હતી. શાહિદે પણ આ વડીલના પ્રેમપૂર્વક અભિગમને ખૂબ જ નમ્રતા સાથે સ્વીકાર્યો હતો અને તેમનો આભાર માન્યો હતો. નેટિઝન્સ શાહિદના આ વ્યવહારના ખૂબ વખાણ કરી રહ્યા છે.



