Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Jhanvi Kapoor will be seen romancing Shahid Kapoor, they will work together in the sequel of this sci-fi romantic film

VIDEO: Shahid Kapoor સાથે રોમાન્સ કરતી જોવા મળશે Janhvi Kapoor, આ sci-fi રોમેન્ટિક ફિલ્મની સિક્વલમાં સાથે કરશે કામ

Timeછેલ્લું અપડેટ : 03 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

શાહિદ કપૂર પાસે અત્યારે એકથી એક ચઢિયાતા પ્રોજેક્ટ્સ છે. તે 'ઓ રોમિયો' પછી હવે 'કૉકટેલ 2' માં જોવા મળશે. આ ઉપરાંત અહેવાલોનું માનીએ તો, તે એક મોટી ફિલ્મની સીક્વલ પણ લાવી રહ્યો છે, જેમાં તેની સાથે પહેલીવાર જ્હાન્વી કપૂર રોમાન્સ કરતી જોવા મળી શકે છે.

App Store

શાહિદ કપૂર અને કૃતિ સેનનની જોડી ટૂંક સમયમાં હોમી અદજાનિયાની ફિલ્મ 'કૉકટેલ 2' માં જોવા મળશે. આ ફિલ્મમાં આ બંનેની સાથે રશ્મિકા મંદાના પણ મુખ્ય ભૂમિકામાં છે. જોકે, એક રિપોર્ટ મુજબ, શાહિદ કપૂર ટૂંક સમયમાં તેની સાય-ફાઈ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા' ની સીક્વલ (ભાગ-૨) લાવી રહ્યો છે.

આ ફિલ્મના પહેલા ભાગને પ્રેમ અને ટેકનોલોજીના અનોખા મિશ્રણ માટે દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. હવે મેકર્સ આ ફ્રેન્ચાઇઝીને વધુ મોટા સ્તરે બનાવવાની તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, શાહિદ અને કૃતિ તો ફિલ્મમાં છે જ, પરંતુ હવે આમાં જ્હાન્વી કપૂરની એન્ટ્રી થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વાર્તા ત્યાંથી જ શરૂ થશે જ્યાં પહેલી ફિલ્મ પૂરી થઈ હતી.

સ્ક્રિપ્ટ પર ચાલી રહ્યું છે કામ

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મની વાર્તા અત્યારે લખાઈ રહી છે અને ઓગસ્ટ સુધીમાં તેની સ્ક્રિપ્ટ તૈયાર થઈ જશે. મેકર્સ ૨૦૨૭ના પહેલા ક્વાર્ટરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે. જોકે, આ ફિલ્મનો આખરી નિર્ણય 'કૉકટેલ 2' ના બોક્સ ઓફિસ પર્ફોર્મન્સ પર નિર્ભર રહેશે.

શાહિદ કપૂર પાસે હાલમાં 'કૉકટેલ 2' ઉપરાંત હિટ વેબ સિરીઝ 'ફર્ઝી ૨' પણ છે. રશ્મિકા મંદાના અને કૃતિ સેનન સ્ટારર શાહિદની ફિલ્મ 'કૉકટેલ 2' આ વર્ષે જૂન મહિનામાં રિલીઝ થશે.