Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Ranbir and Alia's film 'Love and War' reshoot done, some of the scenes seem to have fizzled out

રણબીર અને આલિયાની ફિલ્મ 'લવ એન્ડ વોર' રીશૂટિંગ કરાયું, કેટલાક સીનમાં વેઠ ઉતર્યાનું જણાયું

Timeછેલ્લું અપડેટ : 21 Sept 2026
લાઇવ ટીવીGoogle News
રણબીર અને આલિયાની ફિલ્મ 'લવ એન્ડ વોર' રીશૂટિંગ કરાયું, કેટલાક સીનમાં વેઠ ઉતર્યાનું જણાયું
સોર્સ : gstv

રણબીર અને આલિયાની ફિલ્મ 'લવ એન્ડ વોર' ના કેટલાક સીનમાં વેઠ ઉતરી હોવાનો અહેસાસ થતા હવે સંજય લીલા ભણશાલીએ કેટલાક સીનનું ફરીથી શૂટિંગ હાથ ધર્યું હોવાનું કહેવાય છે. ફિલ્મનું શૂટિંગ ઓલરેડી લંબાઈ ચૂક્યું છે અને તેના કારણે ફિલ્મની રિલીઝ પણ પાછી ઠેલવી પડી છે. તેમાં હવે વધુ એક સપ્તાહનું રીશૂટ શરુ થયું છે.

App Store

સંજય લીલા ભણશાલીએ એડિટ થયેલા ફૂટેજની સમીક્ષા કર્યા પછી યુદ્ધના મહત્ત્વના સીન વધુ અસરકારક બનાવવા ફિલ્મનુું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. ફિલ્મનું મુખ્ય શૂટિંગ ત્રણ અઠવાડિયા અગાઉ જ પૂરુ થઈ ગયું હોવા છતાં ભણસાલીને યુદ્ધના કેટલાક હિસ્સાને સારી રીતે ફિલ્માવી શકાયા હોત તેવું જણાયું છે. વધારાનું શૂટ ગોરેગાંવમાં વેલકમ મેદાન ખાતે થઈ રહ્યું છે. આ રીશૂટ એક અઠવાડિયું ચાલશે. અગાઉ ભણશાલીએ ફિલ્મમાં એક નવું ગીત ઉમેરવાનું નક્કી કર્યુું હતુું. જોકે, હવે તે ઉમેરાશે કે કેમ તે અનિશ્ચિત બન્યું છે.

રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનિત 'લવ એન્ડ વોર' 2027માં રિલીઝ થવા નિર્ધારીત છે. ફિલ્મનો પ્લોટ ચિવટથી ગોપનીય રખાયો છે, પણ યુદ્ધના દ્રશ્યો પર ફરીથી ધ્યાન અપાઈ રહ્યું હોવાથી મોટા પાયાના તમાશા સાથે ભાવનાત્મક આત્મીયતાનું સંતુલન કરવાની ભણસાલીની મહત્વાકાંક્ષા છતી થાય છે. આ પ્રોજેક્ટ પછી રણીબીર અને આલિયા બંનેની મહત્ત્વની ફિલ્મો પણ રજૂ થવાની સંભાવના છે.