મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરના સુદામડામાં ગેરકાયદેસર ખનન વિરુદ્ધ અરજી કરનારના ઘર પર ફાયરિંગ, 10થી વધુ રાઉન્ડ ફાયર કરી શખ્સો ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામમાં ફાયરિંગની ઘટના બની હતી. સુદામડા પંથકમાં ચાલી રહેલા ગેરકાયદ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામમાં ફાયરિંગની ઘટના બની હતી. સુદામડા પંથકમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન મામલે શખ્સે ફરિયાદ દાખલ કરી હતી, તે મામલે અંગત અદાવત રાખીને ફાયરિંગ કર્યાનું ફરિયાદીએ આરોપ લગાવ્યો છે.

ઘરના દરવાજા, બારી અને કાર પર 10 રાઉન્ડ ફાયરિંગ કરીને શખ્સો ફરાર

મળતા અહેવાલ પ્રમાણે ઘરના દરવાજા, બારી અને કાર પર અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થયા હતા.  ફરિયાદીના મકાન પર 10થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.  અસમાજીક તત્વો પોલીસને પડકાર આપતા હોય તેવો ઘાટ સર્જાયો છે. ફાયરિંગની ઘટના બાદ ઘરના સભ્યો પણ ડરી ગયા હતા.

અસમાજીક તત્વો સતત ધમકી આપતા હોવાનો ફરિયાદીનો આક્ષેપ

  ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે કેટલાક તત્વો સતત ફોન પર ધમકીઓ આપી રહ્યા હતા. ફાયરિંગની જાણ થતાં જ સુરેન્દ્રનગર એસ.પી, લીંબડી ડીવાયએસપી, પીએસઆઇ એલસીબી એસ ઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ઘટનાસ્થળ પરથી મળેલા ખાલી કારતુસ પોલીસે કર્યા જપ્ત

પોલીસને ઘટનાસ્થળ પરથી ખાલી કારતુસ મળ્યા હતા, તેને જપ્ત કરીને તપાસ અર્થે મોકલ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. 

આ સમાચાર શેર કરો