મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિદ્યાનગરમાં ફાસ્ટફૂડની દુકાનમાં ગેસ સિલિન્ડર લીકેજથી આગ..દુકાનમાં પાંચથી વધુ ગેસ સિલેન્ડરે સ્થાનનિકોની વધારી ચિંતા

આણંદના વિદ્યાનગરમાં રુદ્રાક્ષ કોર્નર નજીક આવેલી અંજલિ ફાસ્ટફૂડની મગ પુલાવની દુકાનમ

તસવીર: gstv

આણંદના વિદ્યાનગરમાં રુદ્રાક્ષ કોર્નર નજીક આવેલી અંજલિ ફાસ્ટફૂડની મગ પુલાવની દુકાનમાં સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગેસ સિલિન્ડરની નોઝલમાં લીકેજ થતાં લાગેલી   અંદાજે બે દુકાનો આગની લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે દુકાનમાં કામ કરતા કારીગરોનો સમયસર બચાવ થયો હતો જોકે દુકાનમાં પાંચથી વધુ ગેસ સિલિન્ડર હોવાથી ભયનો માહોલ સર્જાયો હતો આગને કારણે કાઉન્ટર, ફ્રિજ અને શાકભાજી સહિતનો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વિદ્યાનગર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.  

આ સમાચાર શેર કરો