મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદના ઉમરેઠમાં બાઈક કાદવમાં ફસાતા યુવક કાંસમાં ગરકાવ, શોધખોળ ચાલુ

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના વણસોલ-ડાકોર રોડ પર યોગી રાઇસ મિ

તસવીર: gstv

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના વણસોલ-ડાકોર રોડ પર યોગી રાઇસ મિલ નજીક એક દર્દનાક દુર્ઘટના સર્જાઈ છે. ઠાસરાના આગરવા ગામની મુવાડીના રહેવાસી અશોકભાઈ પરમારનું બાઈક અચાનક કાદવમાં ફસાઈ જતા તેઓ નજીકના કાંસમાં પટકાયા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉમરેઠ ફાયર બ્રિગેડ અને પાલેજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વણસોલના ડેપ્યુટી સરપંચ સહિતના સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ફાયર વિભાગ અને કુશળ તરવૈયાઓ દ્વારા યુવકની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.  

આ સમાચાર શેર કરો