મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદના બોરસદનો દુષ્કર્મનો ૧૩ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, નામ પલટો કરી રહેતો હતો મહુવા

આણંદના બોરસદમાં વર્ષ ૨૦૧૩માં મૂકબધિર સગીરા પર દુષ્કર્મના ગંભીર

તસવીર: gstv

આણંદના બોરસદમાં વર્ષ ૨૦૧૩માં મૂકબધિર સગીરા પર દુષ્કર્મના ગંભીર ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી ફરાર રહેલો આરોપી લાલજી ઠાકોર આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે.પોલીસથી બચવા માટે આ આરોપીએ પોતાની ઓળખ છુપાવીને 'રાજુ ઠાકોર' નામ ધારણ કર્યું હતું અને ભાવનગરના મહુવા વિસ્તારમાં છૂટક મજૂરી કરીને રખડતું જીવન જીવતો હતો. આણંદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન સકંજો' અંતર્ગત ચોક્કસ બાતમીના આધારે પોલીસે મહુવામાંથી તેને ઝડપી પાડ્યો હતો. નામ અને ઠેકાણું બદલીને કાયદાની આંખમાં ધૂળ નાખતો આ  ગુનેગાર આખરે પોલીસની પકડમાં આવી જતા પોલીસે તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો