મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદના ચિખોદરા ઓવરબ્રિજ પર અકસ્માતમાં યુવકનું કરૂણ મોત થયું

આણંદના ચિખોદરા ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં યુવકનું કરૂણ મોત થયું છે. એસટી બસ

તસવીર: gstv

આણંદના ચિખોદરા ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં યુવકનું કરૂણ મોત થયું છે. એસટી બસના ચાલકે મોપેડ પર સવાર યુવકને ટક્કર મારતા યુવક બસના વ્હીલ નીચે આવી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું માથું કચડાઈ જતા ખોપડી ફાટી અને મગજ રોડ પર ફેંકાયું હતું. મૃતક યુવકની ઓળખ વઘાસી ગામના તીર્થ પટેલ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં આણંદ રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી એસટી બસનો ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો છે.

આ સમાચાર શેર કરો