Video:સુરતમાં કેમિકલ ભરેલા ટેમ્પોમાં લાગી આગ, ભયાવહ આગની ઝપેટમાં ત્રણ મકાન, બાઈક થયું ખાક
સુરતમાં આગના બનાવો અવારનવાર બનતાં હોય છે. ત્યારે હીરાબાગ નજીક આવેલી ગંગેશ્વર સોસાયટીમાં એક કેમિકલ ભરેલા

સુરતમાં આગના બનાવો અવારનવાર બનતાં હોય છે. ત્યારે હીરાબાગ નજીક આવેલી ગંગેશ્વર સોસાયટીમાં એક કેમિકલ ભરેલા ટેમ્પોમાં અચાનક આગ ફાટી નિકળી હતી. કેમિકલ જ્વલનશીલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની લપટો ઊંચી ઉઠતા આસપાસના ત્રણ મકાન આગની ઝપેટમાં આવી ગયા હતાં. સાથે જ મકાનની સામે પાર્ક કરેલું બાઈક પણ બળીને ખાક થઈ ગયું હતું. આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગની જાણ થતાં જ પોલીસ સહિત સ્થાનિક ધારાસભ્ય અને નેતાઓ પણ દોડી આવ્યાં હતાં. ફાયર વિભાગે તાત્કાલિક આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યા હતાં.જો કે,જ્વલનશીલ કેમિકલ હોવાથી આગ પર કાબુ મેળવતા ઘણો સમય લાગી ગયો હતો.




