VIDEO: વરસાદી સંકટને લઈ ફાયર વિભાગ એલર્ટ મોડ પર
અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે ફાયર વિભાગને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ફાયર વિભાગના અધિકારીઓ અન

અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે ફાયર વિભાગને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની તમામ રજાઓ રદ કરીને તમામ 7 ઝોનના જવાનોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. શહેરમાં સંભવિત પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખી ફાયર વાહનો, બોટ અને બચાવ સાધનોનું સંપૂર્ણ ચેકિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. વોટર લોગિંગ થતા વિસ્તારોમાં ફાયર ટીમો દર ત્રણ કલાકે મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરશે. કોઈપણ ઇમરજન્સી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન માટે અમદાવાદ ફાયર વિભાગ સંપૂર્ણ તૈયાર છે.




