VIDEO: નિઝર તાલુકામાં વરસાદી એલર્ટ વચ્ચે SDRF ટીમ સ્ટેન્ડબાય પર તૈનાત કરાઈ
તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

તાપી જિલ્લામાં સતત વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને નિઝર તાલુકા અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. નિઝર આઈટીઆઈ ખાતે SDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના ગામો પર સતત નજર રાખવામાં આવી રહી છે.



