મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નિઝરમાં કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, પાંચ વર્ષના બાળક સહિત બેના મોત

તાપી જિલ્લાના નિઝરમાં હથોડા પુલ નજીક વાંકા ગામની સીમમાં સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે એક અત્યંત ગંભ

તાપી જિલ્લાના નિઝરમાં હથોડા પુલ નજીક વાંકા ગામની સીમમાં સ્વિફ્ટ કાર અને બાઇક વચ્ચે એક અત્યંત ગંભીર અકસ્માત સર્જાયો છે. આ કાળમુખા અકસ્માતમાં બાઇક સવાર ૫ વર્ષના માસૂમ બાળક નીરજકુમાર અને તેના કાકા જયપાલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.

આ ભયાનક અકસ્માતની ટક્કરમાં કાર ચાલક અને એક મહિલા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે તાત્કાલિક મહારાષ્ટ્રની નજીક આવેલી નંદુરબાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો