VIDEO: નિઝરના કોટલી ગામે ગેરકાયદે રેતી ખનન વિરુદ્ધ તવાઈ, પોણા બે કરોડનો મુદ્દામાલ જપ્ત
તાપી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વો વિરુદ્ધ વહીવટી તંત્

તાપી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વો વિરુદ્ધ વહીવટી તંત્રની તવાઈ યથાવત છે. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ નિઝર તાલુકાના કોટલી ગામે આવેલા ભાવેશ પટેલની રેતીની લીઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન રેતી સંગ્રહ અને રોયલ્ટી સંબંધિત જરૂરી દસ્તાવેજો ન મળતાં તંત્રે કાર્યવાહી હાથ ધરી હતી.
અંદાજે 1 કરોડ 86 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં સાદી રેતીનો મોટો જથ્થો, 16 હોડી સાથે પાઈપ, 5 હિટાચી મશીન, સાત ચારણા અને રેતી ભરેલી ટ્રકનો સમાવેશ થાય છે. આ મામલે તપાસ ચાલુ છે.




