VIDEO/ Tapi: 'મિની ગોવા' ફરવા ગયેલા સુરતના પોલીસ જવાન ઉકાઈ ડેમમાં ડૂબ્યા
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલા અને 'મિની ગોવા' તરીકે પ્રખ્યાત જામકી ગામે ઉકા

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવેલા અને 'મિની ગોવા' તરીકે પ્રખ્યાત જામકી ગામે ઉકાઈ ડેમના ફુગારાના ઊંડા પાણીમાં નહાવા પડેલો એક પોલીસ જવાન ડૂબી ગયો છે. મૂળ સોનગઢ તાલુકાના કિકાકુઇ ગામના વતની અને હાલ સુરત ખાતે ફરજ બજાવતા પોલીસ જવાન દીપક ગામીત પોતાના મિત્રો સાથે અહીં ફરવા માટે આવ્યા હતા. રવિવારની રજા માણવા ગયેલા દીપક ગામીત ડેમના ઉંડા પાણીમાં અચાનક ગરકાવ થઈ જતાં સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા પાણીમાં લાપતા બનેલા પોલીસ જવાનની શોધખોળ માટે સઘન રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જોકે હજી સુધી તેમનો કોઈ પતો લાગ્યો નથી.


