મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદ જિલ્લામાં વરસાદી આગાહીને પગલે NDRF અને SDRFની ટીમો તૈનાત

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મ

તસવીર: gstv

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. સંભવિત વરસાદી પરિસ્થિતિ અને કોઈપણ આપત્તિને પહોંચી વળવા માટે જિલ્લામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આપવા આવેલી માહિતી મુજબ, દેવગઢ બારીયા ખાતે NDRFની ટીમ અને દાહોદ ખાતે SDRFની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જેથી કટોકટીના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી થઈ શકે. હાલ આ ટીમો દ્વારા સાવચેતીના ભાગરૂપે બાળકોને આપત્તિકાલીન પરિસ્થિતિમાં સુરક્ષિત રીતે કઈ રીતે બચવું તેની વિશેષ તાલીમ પણ આપવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો